Gujarat

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

By GS TEAM
9 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ તરફ જતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાલક બહાર નીકળી શક્યો નહોતો અને કારની અંદર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ટાયરમાં ઓવર હિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાલ પાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી

Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ તરફ જતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા ચાલક બહાર નીકળી શક્યો નહોતો અને કારની અંદર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ટાયરમાં ઓવર હિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાલ પાદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ભારે જહેમતે મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો

મળતી માહિતી અનુસાર, પાદરાથી કરજણ તરફ જતા એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના બની હતી. કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે કારમાં સવાર વ્યક્તિને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. જોતજોતામાં સંપૂર્ણ વાહન આગની ઝપેટમાં આવી ગયું હતું અને અંદર રહેલી વ્યક્તિ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ખેડા: કપડવંજમાં એક જ પરિવારના 4 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, 3ના મોત, પતિ ગુમ

ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવ્યા બાદ ભારે જહેમતે મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવા માટે કારના નંબર અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.