Get The App

વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે 1 - image

વડોદરાઃ વડોદરાના હવામાનમાં પલટો આવતાં અને માવઠાંની આગાહી થતાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

વડોદરામાં તાજેતરમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં કેરી,ઘંઉ,કેળા,મકાઇ,કપાસ જેવા પાકને નુકસાન થયું હતું.ંપરંતુ ખેતીવાડી વિભાગે પાકને કોઇ ખાસ નુકસાન થયું નથી તેમ કહી કોઇ સર્વે કરાવ્યો નહતો.

ફરી એકવાર માવઠાંની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણમાં વાદળો ઉમટતાં પલટો આવ્યો છે.જેને કારણે ઘંઉ અને દિવેલા જેવા પાક મોટાભાગે ઉતારી લેવામાં આવ્યા હોવાથી તેમને નુકસાનની શક્યતા ઓછી છે.પરંતુ કેરી,જાંબુ સહિતના ફળોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.