Gujarat

સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ

By GS TEAM
1 Nov 20251 min read
સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ

- માવઠાંના મારથી ખેડૂતોની હાલત કફોડી બની

- તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

સિહોર : સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ બની ગયા છે. કમોસમી વરસાદે ખેતીપાકોને ભારે નુકશાન કર્યું હોય, ધરતીપુત્રોને આથક સહાય આપવા રજૂઆત કરાઈ છે.

માવઠાંના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. સરકાર દ્વારા પાક નુકશાનીનો સરવે કરવાની વાત થઈ રહી છે. પરંતુ હાલ જગતનો તાત આથક નુકશાનીના ડુંગર નીચે દબાયેલો હોય, સરવેમાં સમય વેડફવાના બદલે તાત્કાલિક અસરથી સહાય જાહેર કરી રકમ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ રાજયના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.