Gujarat

વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારનો બચાવ, ઘરવખરીને નુકસાન

By GS TEAM
10 Feb 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આજે સવારે એક ઝૂંપડામાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારનો બચાવ, ઘરવખરીને નુકસાન

imgae : AI photo

Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આજે સવારે એક ઝૂંપડામાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વાઘોડિયા રોડ પર આવેલા સુંદરમ આઇકોનની પાછળ આજે સવારે ઝૂંપડામાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ વખતે શ્રમજીવી પરિવાર બહાર હોવાથી જાનહાની થઈ ન હતી. 

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શ્રમજીવી પરિવાર બહાર નીકળી ગયું હોવાથી કોઈ તેમનો બચાવ થયો હતો. આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.