Get The App

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો

કારના કાચ તોડી ઘેર ધસી જઈ પિતા- પુત્ર પર હુમલો, ચાર સામે ગુનો નોંધાયો

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો 1 - image

વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે સામાન્ય બોલાચાલીનો બનાવ થોડી જ વારમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. ઘટના સમયે કારના કાચ તોડવામાં આવ્યા અને બાદમાં બાઈક ચાલક પોતાના સાથીદારો સાથે કાર સવાર યુવકના ઘેર ધસી જઈ પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય મયુર નારાયણભાઈ પટેલ પોતાના મિત્રો દર્શન પરમાર અને વિજય ટેપણ સાથે કાર લઈ ઉમા ચાર રસ્તા નાસ્તો કરવા ગયા હતા. પરત ફરતી વખતે પરિવાર ચાર રસ્તા પાસે એક બાઈક ચાલકે બાઈક કારની આગળ ઊભી રાખી દીધી હતી.

મયુરના જણાવ્યા મુજબ, “અમે બાઈક વચ્ચે કેમ ઊભી રાખી છે તે પૂછતા બાઈક ચાલકે ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી હતી.” બાદમાં બાઈક ચાલકે રસ્તા પરથી પથ્થર ઉઠાવી કારના આગળના અને સાઈડના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાથી ગભરાઈ મિત્રો સ્થળ પરથી નીકળી ગયા હતા.

થોડા સમય બાદ ઝઘડો કરનાર બાઈક ચાલક પોતાના ત્રણ મિત્રો સાથે વિજય ઘરે પહોંચી ગયો હતો. આક્ષેપ મુજબ, બાઈક ચાલકે પથ્થર મારી વિજયના માથામાં ઇજા પહોંચાડી હતી, જ્યારે તેના એક સાથીદારે લાકડી વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા વિજયના પિતા સાથે પણ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી ધમકી આપી છે.

વિજયે જણાવ્યું હતું કે સામેવાળા બાઈક ચાલકને “રાજાભાઈ માછી” તરીકે સંબોધતા હતા. 

ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બાઈક ચાલક સહિત ચાર જણા સામે  મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.