ગુજરાતમાં નકલી દવાનું વધુ એક કૌભાંડ: વાઈ/આંચકીની બોગસ ટેબલેટ વેચાતી હોવાનો દાવો, અમદાવાદના કેમિસ્ટની સંડોવણી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Levera 500 Medicine Network Gujarat: ગુજરાતમાં નકલી દવાનો વધુ મામલો સામે આવ્યો છે. જેમાં મગજની ખેંચ(વાઈ/આંચકી)માં સારવાર માટે ઉપયોગમાં લેવાતી ‘Levera 500’ દવાની નકલ કરીને ડુબ્લિકેટ દવા બનાવાતી હોવાનું જણાય છે. ઉત્તર પ્રદેશના લખનઉના ફૂડ વિભાગે નકલી દવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા એજન્સીએ નકલી દવાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મગજની ખેંચની 'Levera 500' ની ડુપ્લિકેટ દવા મામલે લખનઉમાં ફરિયાદ
મળતી માહિતી મુજબ, લખનઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અમીનાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસમાં ઈન્ટાસ કંપનીની ‘Levera 500’ની નકલ કરીને ડુપ્લિકેટ દવા તૈયાર કરાતી હોવાના આક્ષેપો થયા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘Levera 500’ દવા ઉપરાંત બ્લડ પ્રેશરની પણ ડુપ્લિકેટ દવા બનાવાતી હોવાનું જણાય છે. ગુજરાતમાં ડુપ્લિકેટ દવા પહોંચાડવાના નેટવર્ક મામલે પોલીસ-તંત્રએ તપાસ આદરી છે.
અમદાવાદમાં પણ તપાસ
ડુપ્લિકેટ દવાના નેટવર્કમાં કઈ કઈ દવાની નકલ કરાઈ અને કેટલા શહેરોમાં જથ્થો પહોંચાડવામાં આવ્યો તેને લઈને તપાસ ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા વોલસ્ટ્રીટ-2 સ્થિત ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પણ તપાસના દાયરામાં છે. સમગ્ર મામલે ‘કેર ફાર્મસી’ નામની રિટેલ ચેઇન સ્ટોર સાથે સંકળાયેલા બ્રિજેશ પટેલ સામે લખનઉ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જણાય છે. બ્રિજેશ પટેલ ‘કેર ફાર્મસી’માં ઊંચા ડિસ્કાઉન્ટની જાહેરાત કરીને દવાનું વેચાણ કરાતું હતું.
નકલી દવાનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, ડિસ્ટ્રીબ્યુટર પાસે આવેલા દવાના જથ્થાના બેચ નંબર અને બિલની ચકાસણી દરમિયાન નકલી દવાની શંકા જતાં કંપનીએ દવાની વિગતો અને બારકોડની તપાસ કરી હતી. જેમાં બારકોડ મેચ ન થતાં શંકા પ્રબળ બની હતી. જેમાં દવાનું પેકિંગ, બેચ નંબર અને બારકોડની નકલ કરીને ડુપ્લિકેટ દવા બજારમાં પહોંચાડાતી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે.




