અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા ગુરુવારે કાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 1.56 લાખ રૂપિયાનું 220 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને 543 કિલો ઘી ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયોઃ બનાવટી સહી-સિક્કાથી પોલીસને આશંકા થઈ
ખોરાક અને ઔષધ વિભાગે નમૂના લીધા
મળતી માહિતી મુજબ, વહેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ-1માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં 'માઁ અર્બુદા પ્રોડક્ટ'ના સંચાલક દ્વારા કથિત રીતે ભેળસેળવાળું ઘી વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી અધિકારીઓએ 223.2 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત 1.56 લાખ રૂપિયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારા-આગચંપી બાદ 60 લોકો રાઉન્ડ અપ

543 કિલો ઘીનો નાશ કરાયો
પોલીસ તપાસમાં એકમના સંચાલક અને મુખ્ય આરોપીની ઓળખ દહેગામમાં રહેતા જીગર પ્રજાપતિ તરીકે થઈ છે. ઓપરેશન દરમિયાન, વપરાશ માટે અયોગ્ય 543 કિલો ઘીનો અન્ય સ્ટોક ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત 3.43 લાખ હતી.








