Gujarat

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઇન વેચાણ કરાતું હતું, એકની ધરપકડ

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
વધુ કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા ભેળશેળયુક્ત ખાદ્ય, કોસ્મેટિક પ્રોડક્ટ સહિતની વસ્તુનું ગેરકાયદે ઉત્પાદન કરતા હોય છે, ત્યારે સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું છે. સમગ્ર મામલે પોલીસે સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો કુલ રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઇન વેચાણ કરાતું હતું, એકની ધરપકડ

Surat News : વધુ કમાણી કરવાની લાલચમાં કેટલાક લોકો દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય, કોસ્મેટિક પ્રોડક્ટ સહિતની વસ્તુનું ગેરકાયદે ઉત્પાદન કરતાં હોય છે, ત્યારે સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું છે. સમગ્ર મામલે પોલીસે સ્ટીકર, રેપર, હીટ ગન મશીન સહિતનો કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું

મળતી માહિતી મુજબ, સુરતના પુણા વિસ્તારમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું છે. આરોપી દ્વારા બનાવટી ક્રીમના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટિકર લગાવીને વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ઘટનાસ્થળેથી 1.99 લાખોની કિંમતનો નકલી ક્રીમ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કર્યો છે અને અર્ષિત દેસાઈ નામના શખસની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનતા પરેશાન

પોલીસ દ્વારા આરોપીના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ રૂ.1.19 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી દ્વારા ગેરકાયદે બનાવતી ક્રીમનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને પછી બ્રાન્ડેડ કંપનીનું સ્ટિકર લગાવી પેકિંગ કર્યા બાદ ફ્લિપકાર્ટ સહિતના માધ્યમ પર ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ ઍક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.