Get The App

કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત 1 - image

વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં વાંદરા દ્વારા લોકો પર હુમલાના અવારનવાર  બનાવો બનતા હોય છે.જે દરમિયાન કમાટીબાગમાં  સહેલાણી પર વાંદરા દ્વારા હુમલાનો બનાવ બનતાં તંત્ર સતર્ક થયું છે.

કમાટીબાગમાં છેલ્લા કેટલાક સમયથી ઉપદ્રવ મચાવી રહેલા લાલમોંઢા વાળા માંકડાએ બે દિવસ પહેલાં પ્રાણી સંગ્રહાલય નજીક એક કિશોર પર હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી.

જે બનાવ બાદ પ્રાણી સંગ્રહાલયની દેખરેખ રાખતા કર્મચારીઓએ ફોરેસ્ટ વિભાગની મદદ લઇ બહારથી આવતા માંકડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.આ માટે ત્રણ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે અને એક પાંજરામાં ઘેનયુક્ત ફળો મુકવામાં આવ્યા છે.