Get The App

નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી

અકસ્માત કરી આધેડ પર કાર ચઢાવવા પ્રયાસ કર્યો

સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી 1 - image

અમદાવાદ, શનિવાર

નિકોલમાં પૂરઝડપે કાર હંકારતા આધેડ સાથે તકરાર થઇ હતી જેને લઇને ટોળું એકઠું થતાં કાર ચાલકે ભાગવા પ્રયાસ કર્યો હતો જેથી આધેડ તેને રોકવા પ્રયાસ કર્યો હતો આ સમયે આધેડ ઉપર કાર ચઢાવવતાં તે બોનેટ ઉપર હતા અને કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ૫૦૦ મીટર સુધી ભાગાડી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ, કાર ચાલકની ધરપરકડ કરી 

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગોવાભાઇએ ફરિયાદ નોંધાવી છે ક ગઇકાલે રાતના સમયે નોકરી ઉપર હતા ત્યારે સોશિયલ મિડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો. તેમાં નિકોલ ખોડિયારમાતાના મંદિર પાસે એક અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલક બોનેટ ઉપર બેઠેલા આધેડનેે ૫૦૦ મીટર દૂર સુધી લઇ ગયો હતો. 

 વિડિયોમાં આધેડ કેસ નથી કરવો તેમ કહેતા હતા. જેના કારણે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કારના નંબર આધારે તપાસ કરતા કાર ચાલક વિરાટનગરમાં રહેતો અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં  અકસ્માત બાદ ખર્ચા બાબતે રૃપિયાની રકઝક થતા આધેડે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટોળુ ભેગું થતા કાર લઇને ભાગવા જતાં આ ઘટના બની હતી.