અમદાવાદ,શુક્રવાર
બહેરામપુરામાં સવારે ચાર કલાકમાં જ મકાનમાંથી રૃા. ૨.૩૧ લાખની મતાની ચોરી થઇ હતી. જેમાં યુવક સવારે ચાર વાગે જમાલપુર શાકમાર્કેટ ખાતે લીંબુ વેચવા ગયો હતો સવારે ૮ વાગે ઘરે પરત આવ્યો ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો અંદર જઇને જોયું તો પરિવારનો સભ્યો સૂતા હતા અને કોઇ વ્યક્તિ જાળી ખોલીને ઘરમા ચોરી કરીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ચોરીનો ગુનો નોંધી કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે વધુ તપાસ શરુ કરી છે.
માત્ર 4 કલાકમાં સોના-ચાંદીના દાગીના, રોકડ ગુમાવી
બહારાપુરામાં રહેતા અને વહેલી સવારે જમાલપુર શાકમાર્કેટ પાસે લીંબુનું વેચાણ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી યુવક સવારે ચાર વાગે જમાલપુર શાકમાર્કેટ ખાતે લીંબુ વેચવા ગયો હતો સવારે ૮ વાગે ઘરે પરત આવ્યો ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો અંદર જઇને જોયું તો પરિવારનો સભ્યો સૂતા હતા અને કોઇ વ્યક્તિ જાળી ખોલીને ઘરમા ચોરી કરીને જતો રહ્યો હતો.
મકાનમાં જઇને તપાસ કરતા લાકડાની તિજોરી ખુલ્લી હતી તેમાંથી સોના અને ચાંદીના દાગીના તથા રોકડા રૃા. ૬,૦૦૦ મળી કુલ રૃા. ૨.૩૧ લાખની મતાની ચોરીની જાણ થઇ હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ચોરીનો ગુનો નોંધી કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


