Get The App

નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો

મારા મારીના વિડિયો વાયલર થતાં પોલીસ હરકતમાં આવી

નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો 1 - image

અમદાવાદ, શનિવાર 

નરોડામાં સોસાયટીમાં બોલાચાલીમાં પિતા અને પુત્ર સહિત પરિવારના સભ્યો ઉપર તલવાર અને પાઇપથી ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના ચેરમેન દ્વારા યુવકની પત્ની સાથે કરાતી વાતચીત બાબતે રજૂઆત કરવા ગયા હતા જેને લઇને હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ચારેય  લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આજે તોછોડીએ છીએ હવે અમારુ નામ લેશો જીવતા નહી છોડીએ કહી આરોપીઓ ફરાર ઃ નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

નરોડામાં નાના ચિલોડામાં રહેતા આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં સોસાયટીમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે સોસાયટીના ચેરમેન  ફરિયાદીની પત્ની સાથે અવાર નવાર સોસાયટીની બાબતે વાતચીત કરતા હતા. આ બાબતે સ્પષ્ટતા કરવા માટે તેમના પુત્ર સાથે ગઇકાલે  રાતે ચેરમેનના ઘરે ગયા હતા. જોકે, ચેરમેન ઘરે હાજર ન હતા.

રાતે પિતા-પુત્ર સોસાયટીની સિક્યુરિટી કેબીન પાસે ઉભા હતા. આરોપીઓ આવ્યા હતા. કેમ મારા ઘરે આવ્યા હતા તેમ કહીને ગાળાગાળી કરતા હતા.બાદમાં તલવાર તથા પાઇપથી હુમલો કરીને ફરિયાદ તથા તેેમના પુત્ર અને ભત્રીજા ઉપર હુમલો કરીને લોહી લુહાણ કરીને આરોપીઓ ધમકી હતી કે આજે તો તમને જીવતા છોડયા છે, હવે જો અમારું નામ લેશો તો તમને જીવતા નહીં છોડીએ.