Get The App

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર

અસામાજિક તત્વો નિર્દોષ લોકો ઉપર હુમલા કરે છે

ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર 1 - image

અમદાવાદ, સોમવાર

ખોખરા સર્કલ પાસે અચાનક બાઇક વચ્ચે આવતાં બસ ડ્રાઇવરે બ્રેક મારી  હતી. જેથી મધરાતે રોડ ઉપર ક્રિકેટ રમતા એક છોકરાએ બસમાં ચઢીને ડ્રાઇવરને બસ કેમ ઉભી રાખી કહીને તકરાર કરી હતી અને કપાળમોં બેટમાં મારતાં લોહી લુહાણ હાલતમાં ડ્રાઇવરને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોખરામાં રસ્તામાં બાઇક આવતાં બ્રેક મારતાં બસ ડ્રાઇવર પર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

પાટણમાં રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૪ના રોજ સુરતથી એસટી બસમાં પેસેન્જર ભરીને પાટણ જતા હતા અને ખોખરા સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે એક બાઇક ચાલક અચાનક વચ્ચે આવતા તેમને બ્રેક મારીને બસ ઉભી રાખી હતી. 

ત્યાં જાહેર રોડ ઉપર છોકરાઓ ક્રિક્રેટ રમતા હતા. એક અજાણ્યો છોકરો આવીને તે બસ કેમ રોડ વચ્ચે ઉભી રાખી કહીને ગાળો બોલીને બેટ કપાળમાં મારીને ગંભીર ઇજાઓ કરી હતી.