Gujarat

વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત

By GS TEAM
29 Aug 20251 min read
વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત

અમદાવાદ, શુક્રવાર

વસ્ત્રાલથી પાંજરપોળ રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં પગપાળ જઇ રહેલા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી રિક્ષા લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. દસ દિવસ પહેલા વૃદ્ધ ઘરે ના આવતાં બીજા દિવસે પરિવારના સભ્યોએ તપાસ કરતાં સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દસ દિવસ પહેલા ઘરે પરત ના આવતા બીજા દિવસ તપાસ કરી તો સિવિલમાંથી મૃતદેહ મળ્યો ઃ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રિક્ષા લઇ ડ્રાઇવર ભાગી ગયો હતો

મૂળ પાટણના અને ત્રણ મહિનાથી વસ્ત્રાલમાં રહેતા અને સિક્યુરિટીગાર્ડ તરીકેની નોકરી કરતા વૃદ્ધ તા. ૧૭ના રોજ તેઓ વસ્ત્રાલ ચાર રસ્તાથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ ચાલતા જતા હતા. આ સમયે વસ્ત્રાલ તળાવ પાસે પહોચ્યા ત્યારે પૂરઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે વૃદ્ધને ટકકર મારતા તેમને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન થઇ ગયા હતા. દસ દિવસ પહેલા વૃદ્ધ ઘરે ના આવતાં બીજા દિવસે પરિવારના સભ્યોએ તપાસ કરતાં સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.