Gujarat

ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતા વૃદ્ધનું ત્રણ કલાકમાં જ મોત

By GS TEAM
19 Nov 20251 min read
ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતા વૃદ્ધનું ત્રણ કલાકમાં જ મોત

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારતાં હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. બાપુનગરમાં સિમેન્ટ ભરેલી ટ્રકના ડ્રાઇવરે મોપેડને ટક્કર મારતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધને ટક્કર મારી ડ્રાઇવર ભાગી ગયો ઃ સિવિલમાં સારવાર દરમિાયન મોત ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

કૃષ્ણનગર ખાતે રહેતા વૃદ્ધ તા. ૯ના રોજ કારખાનના કામે મોપેડ લઇને બાપુનગર વિસ્તારમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા ત્યારે બાપુનગર અજિત મીલ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા.

 આ સમયે પૂરઝડપે આવી રહેલા સિમેન્ટ ભરેલી ટ્રકના ટ્રકના ડ્રાઇવરે મોપેડને ટક્કર મારતાં વૃદ્ધ રોડ ઉપર પટકાયા હતા તેઓને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ કલાલમાં જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.