અમદાવાદ, સોમવાર
બારડોલપુરમાં ગઇકાલે રાતે યુવકે વિસ્તારના છોકરાના એક્ટિવા આપીને પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. જો કે તે ઘણા સમય બાદ પાણીની બોટલ લઇને આવ્યોે હતો જેને લઇને તરસ મરી ગયા બાદ પાણી લઇને આવે છે કહીને ઠપકો આપ્યો હતો. જેને લઇને આરોપી તેના મિત્રો સાથે આવ્યો હતો અને ફરિયાદી યુવકને પકડી રાખીને આડેધડ ચાકુુના ઘઆ મારીને લોહી લુહાણ કરતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પાણી લઇને મોડો આવ્યો, ઠપકો આપતા ચાકુ મારી યુવકને લોહી લુહાણ કર્યો ઃ માધુપુરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો
દરિયાપુર દરવાજા બહાર ચાલી રહેતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં બારડોલપુરામાં રામજી મંદિર પાસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે બારડોલપુરામાં એસ્ટેટ પાસે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે પાણીની તરસ લાગતા તેને આરોપીને એક્ટિવા આપીને પાણીની બોટલ લેવા મોકલ્યો હતો.
જો કે આરોપી ઘણા સમય પછી પાણીની બોટલ લઇને આવતા ફરિયાદીએ ઠપકા આપ્યો હતો કે તરસ મરી ગયા બાદ પાણી લઇને આવે છે, જેથી આરોપી ઉશ્કેરાઇે ગાળો બોલીને ગયા બાદ તેના બે મિત્રો સાથે બાઇક ઉપર આવ્યો હતો. ત્રણેયે ભેગા મળીને એક શખ્સે તેને પકડી રાખ્યો હતો બીજાએ પીઠ બે અને બાવડામાં ચાકુના ઘા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકે લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


