Gujarat

જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
17 Nov 20251 min read
જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

- ખેડાના રઢુ ગામે જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

નડિયાદ : રઢુ ગામેથી સ્કૂલ નજીક ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા ૧૦ જુગારીઓને રોકડ રૂપિયા ૪,૪૮૦ સાથે ખેડા ટાઉન પોલીસે ઝડપી પાડયા હતા. 

ખેડા ટાઉન પોલીસ ગઈકાલે બપોરે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રઢુ ગામે સ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા ગિરીશકુમાર કનુભાઈ વાઘેલા, જગદીશભાઈ અનીલભાઈ પરમાર, ભરતભાઈ હરીભાઈ વાઘેલા, સતીષકુમાર ઉર્ફે લાભુ જીલુભાઈ પરમાર, અમરતભાઈ ટપુભાઈ વાઘેલા, મનુભાઈ ઈશ્વરભાઈ ચુનારા, બહાદુરભાઈ હુસેનભાઇ બેલદાર, હિતેન્દ્રસિંહ ગણપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ભવાનસિંહ મહીડા તેમજ રાજેન્દ્રસિંહ જોરૂભા વાઘેલાને જુગાર રમવાના સાધનો તેમજ રૂ.૪,૪૮૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.