કાલાવડના પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 46 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, જયારે મકાનમાલિક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા દિનેશ ગોરાભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે ગઈકાલે ઉપરોક્ત રહેણાક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 46 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 25,990 ની કિંમતનો ઈંગ્લીશ દારૂ કબજે કરી લીધો છે, જયારે મકાન માલિક આરોપી દિનેશ ચૌહાણ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.








