Gujarat

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત

By GS TEAM
10 Apr 20261 min read
અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત

 વડોદરા,વાડી વિસ્તારમાં રહેતા એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાડી રામવાટિકા પાસે સંગમ પાર્ક સોસાયટીમાં રહેતો વંશકુમાર રણજીતસિંહ વણજારા (ઉં.વ.૨૧) ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યા પછી ડિગ્રીમાં એડમિશન માટેની તૈયારી કરતો હતો. ગઇકાલે સાંજે સાત વાગ્યે પરિવાર સાથે જમ્યા  પછી તે ઉપરના માળે વાંચવા જતો રહ્યો હતો.  સવા આઠ વાગ્યે તેની માતા ઉપરના માળે જતા તેમણે વંશને દુપટ્ટા વડે ફાંસો ખાધેલી  હાલતમાં જોતા બૂમાબૂમ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહ નીચે ઉતારી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે પરિવારની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, અભ્યાસના કારણ ેડિપ્રેશનમાં આવીને વંશકુમારે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.