Gujarat

સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો

By GS TEAM
20 Mar 20261 min read
સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો

વડોદરાઃ સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે કોર્પોરેશનની કચેરીમાં જતી મહિલા સાથે મિત્રતા કેળવી તેના પર બળાત્કાર ગુજારનાર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,પીડિતાને તેના બર્થ સર્ટિફિકેટની જરૃર હોવાથી કોર્પોરેશનની કચેરીમાં જન્મમરણના દાખલાનું કામ કરતા જયદીપ સોલંકીના સંપર્કમાં આવી હતી.ત્યારબાદ બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

જયદીપે લગ્નનું વચન આપ્યું હતું પરંતુ તે અવારનવાર શારીરિક સબંધોની વાતો કરતો હતો અને બીભત્સ માગણી પણ કરતો હતો.ગઇ તા.૧૭મીએ સાંજે તે ઇલોરાપાર્ક ખાતે રહેતા મિત્રના મકાનમાં પીડિતાને લઇ ગયો હતો અને મરજી વિરૃધ્ધ શારીરિક સબંધો બાંધ્યા હતા.

આરોપીએ લગ્ન માટે ઇનકાર કરતાં પીડિતાએ ગોરવાના ઇન્ચાર્જ પીઆઇ પીબી લક્કડને ફરિયાદ આપી હતી.જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ જયદીપ અંબાલાલ સોલંકી(૩૪વર્ષ રહે.પ્રેસકોટ રેસિડેન્સી, વૈષ્ણવ વાટિકાની બાજુમાં,સોમા તળાવ, ડભોઇરોડ)ની સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરતાં કોર્ટે તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.