Get The App

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો

ઘરમાં આવી માર મારતા મનમાં લાગી આવતા જીવ ટૂંકાવ્યું

મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો 1 - image

અમદાવાદ, મંગળવાર

મેઘાણીનગરમાં વિડિયો બનાવીને પોતાના ઘરે આપઘાત કર્યો હતો. આ બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી  હતી અને પોલીસ તપાસમાં તેણે એક શખ્સના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મેઘાણીનગર પોલીસે સગીરના મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ ગત તા. ૨૨ના રોજ મેઘાણનગરમાં એક સગીરે આપઘાત કરતાં પહેલા વિડિયો બનાવ્યો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસે સગીરના મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરે વિડિયોમાં પોતાની વેદના ઠાલવતા કહ્યું કે માનવ નામના વ્યક્તિએ મારી સાથે હાથ ચાલાકી કરી હતી અને મને પગમાં ઈજા પહોંચાડી  હતી તેમજ મને ઘરમાં આવીને માર માર્યો હતો. જેથી મનમાં લાગી આવતાં કંટાળીને આ પગલું ભરુ છું.