Get The App

પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત

માતેલા સાંઢની જેમ બસ હંકારીને અકસમાત કરતા સગીર,યુવકે જીવ ગુમાવ્યો

ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત 1 - image

અમદાવાદ, શુક્રવાર

પૂર્વમાં ડ્રાઇવરે જાહેર રોડ ઉપર માંતોલા સાંઢની જેમ બસ હંકારીને અકસ્માત કર્યો હતો. જેમાં પિરાણા પાસે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બહેરામપુરામાં રોડ ક્રોસ કરતી વખતે બસના ટાયર નીચે આવી જતાં યુવકનું મોત થયું હતું. આ બન્ને બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પિરાણા રોડ પર બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતા સગીરનું મોત મિત્ર ગંભીર ઃ બહેરામપુરામાં રોડ ક્રોસ કરતા યુવકનું બસ ચાલકની ટક્કરથી મોત

નારોલમાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો સગીર પુત્ર ગઇકાલે રાતે તેના મિત્રના એક્ટિવા પાછળ બેસીને પીપળજ-પિરાણા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો આ સમયે પિરાણા રોડ ઉપર રામભાઇની ચાની કીટલી પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી એસટી બસના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા બન્ને મિત્રો રોડ પર પટકાયા હતા. જ્યાં બસના ટાયર નીચે આવી જતાં તેમના પુત્રનું માથું છુંદાઇ જતા ઘટનાસ્થળે જ મોત થયું હતુ.  જ્યારે તેના મિત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બીજા બનાવમાં બહેરામપુરામાં રહેતા યુવક ગઇકાલે સાંજના સમયે બહેરામપુરા વસંત રજબ ચાર રસ્તા પાસેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.  આ સમયે પૂરઝડપે આવેલી એસટી બસના ચાલકે તેમને ટક્કર મારતા ફંગોળાઈને  બસના ટાયર નીચે આવી ગયા હતા. માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાતા સારવાર દરમિયાન મોત થયું હતું.