Get The App

વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત

હિટ એન્ડ રનમાં વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

અકસ્માત કરીને વાહન લઇને આરોપી નાસી ગયો

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
વૃદ્ધાનું હાઇડ્રા ક્રેનના ટાયર નીચે કચડાતા મોત 1 - image

અમદાવાદ, સોમવાર

વટવા હિટ એન્ડ રનમાં વધુ એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો હોવોનો કિસ્સો બન્યો હતો. જેમાં વૃદ્ધા વટવા બ્રિજ પાસે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી હાઇડ્રા ક્રેનના ચાલકે ટક્કર મારતા આગળના ટાયર નીચે આવી જતાં વૃદ્ધાનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત કરીને આરોપી વાહન લઇને નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત કરીને વાહન લઇને આરોપી નાસી ગયો ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ  ધરી 

વટવામાં ચાર માળિયા મકાનમાં રહેતા 80 વર્ષના વૃદ્ધા તા. ૨૬ના રોજ સવારે વટવા બ્રિજ પાસેથી પગપાળા જતા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલા હાઇડ્રા ક્રેન ચાલકે વૃદ્ધાને ટક્કર મારી હતી જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા.

જ્યાં  ક્રેનનું ટાયર તેમના શરીરે ફરી વળતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું.  અકસ્માત કરીને  ક્રેનનો ડ્રાઇવર ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન  પોલીસે અજાણ્યા ક્રેન ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.