Get The App

કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત

ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર પૂરઝડપે વાહન હંકારી અકસ્માત કર્યો

ડમ્પર ચાલકે ટક્કર મારી બેભાન હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
કચરાના ડમ્પરની ટક્કરથી મહિલાનું કરુણ મોત 1 - image

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બેફામ વાહન હંકારતા હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. શાહીબાગમાં કિરણપાર્ક એપાર્ટમેન્ટ પાસે મહિલા પગપાળા જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો ભરવાના ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. શરીરે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પર મૂકીને ભાગી જનારા ડ્રાઇવરની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પગપાળા જતી મહિલાને ડમ્પર ચાલકે ટક્કર મારી બેભાન હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ ઃ વાહન મૂકી ડ્રાઇવર ભાગી ગયો

શાહીબાગ પોલીસ ચોકી પાસે આધેડે ટ્રાફિક એફ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ  કોર્પોરેશનના  કચરો ભરવાના ડમ્પરના ડ્રાઇવ સામે  ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ના રોજ સવારે ૮.૫૧ વાગે તેમના પત્ની (ઉ.વ.૫૩) ચાલતા શાહીબાગ કિરણપાર્ક એપાર્ટમેન્ટ સામેથી પસાર થતા હતા. આ સમયે પૂર ઝડપે આ સમયે પૂર ઝડપે આવી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો ભરવાના ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. 

જેના કારણે મહિલાને  આંખની નીચે તથા કાંડાના ભાગે તથા કોણીની નીચેના ભાગે તેમજ ઢીંચણે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પરના ડ્રાઇવરની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.