અમદાવાદ, મંગળવાર
કુબેરનગરમાં ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવા ગયેલી વીકજ કંપનીની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ એક કર્મીને પકડીને માર મારીને યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આ હુમલામાં વીજ કંપનીના કર્મચારી સાવનભાઇને માથામાં પથ્થર વાગતાં ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એટલું જ નહી અમારા ઘરનું લાઇટ કનેક્શન કાપીને કેવી રીતે બહાર જાઓ છો તેવી ધમકી આપીને ગાડી ઉપર પથ્થર મારો કર્યો હતો.આ બનાવ અંગે સરદારનગર પોલીસે છ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે વીજ કનેકશન કાપતાં ટોટેન્ટ કંપનીના કર્મચારીઓના યુનિફોર્મ ફાડયા ભાગ્યા તો ગાડી ઉપર પણ પથ્થર મારો કર્યો ઃ સરદારનગર પોલીસે છ લોકો સામે ગુનો નોંધ્યો
શાહપુરમાં રહેતા અને શાહપુર જ્યુબીલી હાઉસ ખાતે ટોરેન્ટ પાવરમાં એક્ઝિક્યુટીવ એન્જીનિયર તરીકે નોકરી કરતા નિમેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કુબેરનગર ખાતે રહેતા મકાન માલિક સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે અન્ય સ્ટાફના કર્મીઓ સાથે તેઓ કુબેરનગર મહાજનીયા વાસમાં રેડ કરવા પહોચ્યા હતા અને અનઅધિકૃત વીજ જોડાણ દૂર કર્યા પછી તેઓ અર્જુનનગરમાં ગેરકાયદે વીજ જોડાણ દૂર કરતા હતા.
દરમિયાન આરોપીના ઘરમાંથી ગેરકાયદે વીજ જોડાણ દૂર કરીને કર્મીઓ ઓફિસ જવા નીકળતા હતા ત્યારે આરોપી તેના પાંચ મિત્રોને લઇને આવ્યા બાદ કર્મીઓ સાથે ગાળાગાળી કરીને અમારુ લાઇટનું કનેક્શન કાપીને કેવી રીતે બહાર જાઓ છો તેવી ધમકી આપીને તમામે પથ્થરમારો કર્યો હતો જેમાં કર્મચારી સાવનભાઇને માથામાં પથ્થર વાગતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા ઉશ્કેરાયેલા લોકોએ ટોરેન્ટ પાવરની કાર પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ટોરેન્ટ કર્મીને માર મારીને યુનિફોર્મ ફાડી નાખ્યો હતો.


