Gujarat

ધાક જમાવવા લાકડીના ફટકા મારતા યુવક લોહી લુહાણ

By GS TEAM
13 Apr 20261 min read
ધાક જમાવવા લાકડીના ફટકા મારતા યુવક લોહી લુહાણ

અમદાવાદ, સોમવાર

કઠવાડામાં ધાક જમાવવા નિર્દોષ યુવક પર હુમલો કર્યો હતો. જેમાં દસક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં કઠવાડામાં રહેતા મોનુંભાઇ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મોડી રાતે તે તેમના મિત્રો સાથે કઠવાડા ખાતે કરિયાણાની દુકને સિંગ અને અગરબત્તીની ખરીદી કરવા માટે ગયા હતા.

નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી

જ્યાં આરોપીએ આવીને  ફરિયાદીના મિત્રને સાઇડમાં ઉભા રહેવાનું કહીને તકરાર કરી મારા મારી  કરી હતી  ગાળો બોલવાની ના પાડતાં અન્ય શખ્સાને બોલાવીને યુવકને માથા તથા હાથ અને પીઠમાં લાકડીના  ફટકા મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે યુવકને સિંગરવા ખાતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.