Get The App

પ્રેમિકા સાથે ચાલું વિડિયો ફોને યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો

પ્રેમિકાના પિતાએ પુત્ર સાથે વાત નહી કરવા, ફરિયાદ કરી ફસાવાની ધમકી આપેલી

પ્રેમિકાના પિતા સામે ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમિકા સાથે ચાલું વિડિયો ફોને યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો 1 - image

અમદાવાદ, બુધવાર

ઓઢવમાં રહેતો યુવકને અમરાઇવાડીની યુવતી સાથે પ્રેમસબંધ હતો, તેના પિતાને ખબર પડતાં તેની પુત્રી સાથે વાતચીત કરવી નહીતર પોલીસ ફરિયાદ કરીને ફસાવવાની અને ચેનથી જીવવા નહી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેને લઇને યુવકે ચાર મહિના પહેલા નભોઇ કેનાલ ઉપર જઇને રિલ બનાવ્યા બાદ પ્રેમિકા સાથે વિડિયો કોલ ઉપર વાતચીત ચાલું હતી અને નર્મદા કેનાલમાં ઝંપલાવીને યુવકે આપઘાત કર્યો હતો. આ  બનાવ અંગે પિતાએ આપેલી ધમકીના મોબાઇલમાં રેકોડિંગ આધારે પિતા સામે મરવા માટે મજબૂર કરવા બદલ દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર મહિના પહેલા મિત્ર સાથે નભોઇ નર્મદા કેનાલ પર ગયો ઃ આપઘાત પહેલા ધમકી ભર્યા રેકોડિંગ આધારે પ્રેમિકાના પિતા સામે ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો

ઓઢવમાં રહેતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતા  શખ્સ સામે ફરિયાદ નોધાવી છે કે ફરિયાદીનો દિકરો ઓલા રિક્ષા ચલાવતો હતો જેને અમરાઇવાડીમાં રહેતા આરોપીની દિકરી સાથે એક વર્ષથી પ્રેમસંબંધ હતો. ૨૦૨૫માં ફરિયાદીની પત્નીના જન્મ દિવસે પ્રેમિકા યુવતી તેના ઘરે આવી હતી. તા. ૨૨-૧૨-૨૫ના રોજ યુવતી અમરાઇવાડીમાં તેની પ્રેમિકા જ્યાં નોકરી કરતી હતી ત્યાં મળવા જતાં ત્યાં બોલાચાલી થતાં યુવતીના પિતાએ યુવક સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ પ્રેમિકાના પિતા ફરિયાદીના દિકરાને ફોન કરીને હવે પછી મારી દીકરીને ભુલી જજે અને તેની સાથે વાતચીત કરતો નહી નહીતર ચેનથી જીવવા નહી દઉ કહીને ધમકીઓ આપતા હતા. જેથી યુવકે જે તે સમયે પોતાની માતાને મેસેજ કરીને મને કંઇ થાય તો યુવતીના પિતા સામે કેસ કરવો, બીજીતરફ તા. ૧૫-૦૧-૨૦૨૬ના રોજ ફરિયાદીનો પુત્ર તેના મિત્રને નોકરી આપવવાની વાત કરીને રિક્ષામાં બેસાડીને ગાંધીનગર નભોઇ નર્મદા કેનાલ ઉપર લઇ ગયો હતો અને મિત્ર રિક્ષામાં બેઠો હતો તે સમયે યુવકે રિલ બનાવ્યા બાદ પ્રેમિકા સાથે વિડિયો કોલ ઉપર વાતચીત ચાલું હતી અને નર્મદા કેનાલમાં ઝંપલાવીને યુવકે આપઘાત કર્યો હતો જો કે ત્રણ દિવસ પછી તેની લાશ મળી હતી પોલીસે મોબાઇલ રેકોડિંગ એફએસએલમાં મોકલીને પુરાવા એકઠા કર્યા પછી ગુનો નોંધ્યો છે.