2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ

- પીજીવીસીએલ મહુવા અને સીટી-૨ ડિવિઝનમાં
- બન્ને ડિવિઝનના આઠ સબ ડિવિઝન હેઠળના 173 કનેક્શનોમાં ગેરરિતી ઝડપાઈ
પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના સીટી-૨ ડિવિઝન હેઠળ આવતા ચિત્રા, મામસા અને ઘોઘા સબ ડિવિઝનમાં વીજ તંત્રની કુલ ૩૪ ટીમો દ્વારા ગતરોજ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૫૧૫ રહેણાંકી, ૭ વાણિજ્ય અને ૭ ખેતીવાડી કનેક્શનોના ચેકિંગમાં ૭૫ રહેણાંકી, ૧ વાણિજ્ય અને ૧ કોમર્શિયલ મળી કુલ ૭૭ કનેક્શનોમાં કુલ રૂ.૨૩.૫૦ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે આજે વહેલી સવારે મહુવા ડિવિઝનના મહુવા રૂરલ-૧, ૨, મહુવા ટાઉન, જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં વીજતંત્રની કુલ ૩૮ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૫૦૬ રહેણાંકી, ૧૩ વાણિજ્ય અને ૦૪ ખેતીવાડી મળી કુલ ૫૫૯ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૮ રહેણાંકી, ૪ વાણિજ્ય અને ૪ ખેતીવાડી મળી કુલ ૯૬ કનેક્શનોમાં કુલ રૂ.૫૧.૮૩ લાખની વીજચોરી ઝડપાઈ છે.









