પીજીવીસીએલની
૩૨ ટીમ દ્વારા ચેકિંગ
ચાર
સબ ડિવિઝનના ૬૫ ગ્રાહકો સામે વીજતંત્રની કાર્યવાહી
ભાવનગર -
પીજીવીસીએલના ભાવનગર સીટી-૨ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ
હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૫ કનેક્શનોમાં રૃ.૨૭.૭૧ લાખની વીજચોરી પકડાઈ છે.
પીજીવીસીએલ
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ સબ ડિવિઝનના અકવાડા, ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝનમાં વીજતંત્રની ૩૨ ટીમો દ્વારા આજે વહેલી
સવારથી વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત પીજીવીસીએલની ટીમોએ ૩૪૨
રહેણાંકી, ૧૪ વાણિજ્ય અને ૭ ખેતીવાડી મળી કુલ ૩૬૩ વીજ
કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૬૨ રહેણાંકી, ૨
વાણિજ્ય અને ૧ ખેતીવાડી મળી કુલ ૬૫ કનેક્શનોમાંથી કુલ રૃ.૨૭.૭૧ લાખની વીજચોરી
પકડાતા વીજતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.


