Gujarat

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ

By GS TEAM
5 Oct 20251 min read
પાલિતાણા ડિવિઝનમાં રૂ. 26.47 લાખની વીજચોરી ઝડપાઈ

- પીજીવીસીએલની સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ

- 3 સબ ડિવિઝનના કુલ 66 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા કાર્યવાહી

ભાવનગર : પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિતાણા ડિવિઝનના ૬૬ કનેક્શનોમાં કુલ રૂ.૨૬.૪૭ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

પીજીવીસીએલની ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનના ગારિયાધાર-૧, ઘોડીઢાળ અને પાલિતાણા ટાઉન સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આજે વહેલી સવારથી કુલ ૩૫ ટીમો દ્વારા વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ત્રણેય સબ ડિવિઝનમાં ૨૦૪ રહેણાંકી અને ૩૩ ઈન્ડસ્ટ્રીયલ મળી કુલ ૨૩૭ વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૬૬ રહેણાંકી વીજ કનેક્શનોમાં કુલ રૂ.૨૬.૪૭ લાખની વીજચોરી ઝડપાતા પીજીવીસીએલ દ્વારા  દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.