Gujarat

પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ

By GS TEAM
3 Mar 20261 min read
પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ

- ભાવનગર ગ્રામ્ય ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ

- વીજતંત્રની 26 ટીમોએ 4 સબ ડિવિઝનના 248 કનેક્શન તપાસ્યા હતા

ભાવનગર : ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ગ્રામ્ય ડિવિઝનના ૫૭ કનેક્શનોમાં પીજીવીસીએલની ૨૬ ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ.૧૭ લાખની વીજચોરી પકડાઈ હતી.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ગ્રામ્ય ડિવિઝનના સણોસરા, સિહોર ગ્રામ્ય, વરતેજ અને વલ્લભીપુર સબ ડિવિઝનમાં વીજતંત્રની ૨૬ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વીજતંત્રની જુદી-જુદી ટીમો દ્વારા આજે વહેલી સવારથી ચારેય સબ ડિવિઝનમાં મળીને ૨૪૫ રહેણાંકી અને ૦૩ વાણિજ્ય મળી કુલ ૨૪૮ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૫૬ રહેણાંકી અને ૧ વાણિજ્ય મળી કુલ ૫૭ કનેક્શનોમાં કુલ રૂ.૧૭.૯૦ લાખની વીજ ચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.