Gujarat
મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ
By GS TEAM
13 Jan 20261 min read

- પીજીવીસીએલની 38 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
- 601 વીજ કનેક્શનો પૈકી 91 કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા દંડાત્મક કાર્યવાહી થઈ
ભાવનગર : ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા ડિવિઝનના ચાર સબ ડિવિઝનમાં પીજીવીસીએલની ૩૮ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી કુલ ૯૧ વીજ કનેક્શનોમાં રૂ.૩૬.૫૨ લાખની વીજચોરી પકડાઈ હતી.
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા ડિવિઝનના મહુવા ગ્રામ્ય-૧ અને ૨, બગદાણા અને જેસર સબ ડિવિઝનમાં પીજીવીસીએલની ૩૮ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૫૯૭ રહેણાંકી અને ચાર વાણિજ્ય મળી કુલ ૬૦૧ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૯૦ રહેણાંકી અને ૧ ખેતીવાડી મળી કુલ ૯૧ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૩૬.૫૨ લાખની વીજચોરી ઝડપાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.









