Get The App

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી 1 - image

મારોભાઇ કોંગ્રેસમાં છે જીતે એટલે બધાનો વારો લેવાનો છે

બે યુવાનો કરકર્તાઓને મળવા હરીપુર આવ્યા ત્યારે બનાવ બન્યો

ભાવનગર  - ચૂંટણીના અનુસંધાને બે યુવાનો કાર્યકર્તાઓને મળવા માટે હરીપુર ગામે ખોડીયાર માતાના મંદીર પાસે ગયા હતા ત્યારે કારમાં ધસી આવેલા શખ્સોએ ગાળો આપી દંડા વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

ધોલેરા તાલુકાના ખસ્તા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ અજીતસિંહ ગોહિલે ધંધુકા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પૃથ્વીરાજસિંહ જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પચ્છમ તાલુકા પંચાયત સીટની ચુટણીની જવાબદારી સોપેલ હોય જેથી ગત તા ૨૫ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રાત્રિના ૧૧- ૩૦ કલાકે પૃથ્વીરાજસિંહ જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ હરીપુર 

ગામે ખોડીયાર માતાના મંદીર પાસે પોતાના કાર્યકરતાઓને ચુંટણી અનુસંધાને મળવા ગયા હતા. ત્યારે આ  ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા તથા બીજા ત્રણ અજાણ્યા માણસો કાર લઇને ધસી આવ્યા હતા અને પૃથ્વીરાજસિંહ સાથે બોલાચાલી ઝગડી કરી તમે ભાજપ વાળાઓને તથા તમારા ઉમેદવારને ચૂંટણી પુરી થાય પછી મુકવાના નથી તેમ કહી ગાળો આપી પૃથ્વીરાજસિંહને અગાઉ જમણા હાથના અંગુઠા ઉપર ઇજા થયેલ હતી ત્યા ઉપેન્દ્રસિંહએ દંડો મારી મુંઢ ઇજા કરી સીધા રહેજો નહિતર હાથ પગ ભાગી નાખવાના છે. મારા ભાઈ કોગ્રેસના ઉમેદવાર છે. અને જીત્યા પછી તમારા બધાનો વારો લેવાનો છે. મને કોઈ કાયદાનો ડર નથી તેવી ધમકી આપી હતી.અને તમામ શખ્સોએ પૃથ્વીરાજસિંહ અને જયરાજસિંહને કહેલ કે,વધારે ડાહ્યા થશો કે પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાંખીશું તેવી જાસા ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે પૃથ્વીરાજસિંહએ ચાર શખ્સ વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.