- વડિલોપાર્જિત જમીન અને મિલકતમાં ભાગ ન આપીને પરેશન કર્યા
- સાસુ, જેઠ- જેઠાણી, દિયર, બે નણંદ સામે મૃતક મહિલાના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી
બાલાસિનોર : બાલાસિનોરમાં વડિલોપાર્જિત જમીન અને મિલકતમાં ભાગ ન આપીને સાસરિયાએ માનસિક ત્રાસના કારણે લગ્નના ૪૦ વર્ષ બાદ ૬૪ વર્ષિય આધેડ મહિલાએ આપઘત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બાલાસિનોરમાં હિંગળાજ માતાના મંદિર પાસે પટેલવાડામાં રહેતા ઉર્મિલા બહેન જીતેન્દ્રભાઇ પટેલ ( ઉ.વ.૬૪)એ ગત તા. ૧૧ના રોજ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ લીધો હતો. મહિલાના ભાઇ નીતિનભાઇ ઉર્ફે દેવાભાઇ પુનમભાઇ પટેલે બાલાસિનોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેમની બહેનના લગ્ન ૪૦ વર્ષ પહેલા થયા હતા. તેમના બે સંતાન છે અને જેમાં પુત્રી એકાંકી ૧૪ વર્ષતી ઓસ્ટ્રેલિયા અને પુત્ર જીમેશ ૧૩ વર્ષથી કેનેડા રહે છે. બહેનને વડિલોપાર્જિત ખેતીન જમીન અને મિલકતમાં ભાગ નહીં આપીને સાસુ શાન્તા બહેન દેસાઇભાઇ પટેલ, જેઠ રાજેન્દ્રભાઇ, જેઠાણી મીના બહેન, દિયર જયેન્દ્રભાઇ અને સુરેખા બહેન કમલેશ પટેલ, સુભદ્રા બહેન ચંદુભાઇ પટેલ વારંવાર ત્રાસ આપીને મરવા માટે મજબૂર કરતા ઉર્મિલા બહેને આપઙાત કર્યો હતો. મૃતક મહિલાએ સ્યુસાઇડ નોટ પણ લીધી હતી. જેના આધારે મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે.


