Get The App

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત 1 - image

- રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને બાઈકે અડફેટે લીધાં

- વૃદ્ધાને માથા અને પગે ગંભીર ઈજા, અલંગ પોલીસે ગુનો નોંધ્યો

ભાવનગર : તળાજા તાલુકાના ધારડી ગામ નજીક બાઈકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા કુંદનબાબા લક્ષ્મીરામ લશ્કરી ગતરોજ બપોરના સાડા બાર કલાકના અરસામાં ગામમાં રામ રોટી લેવા માટે ગયા હતા અને ચાલીને બપોરે પરત આવી રહ્યાં હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે જીજે-૦૪-એફડી-૧૪૪૩ નંબરની બાઈકના ચાલકે તેમની સાથે બાઈક ભટકાડી અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. આ અકસ્માતમાં કુંદનબાબા લક્ષ્મીરામ લશ્કરીને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ તળાજા અને બાદમાં સર ટી.હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડયા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે ઉમંગભાઈ હરકીશનભાઈ લશ્કરી (રહે.ધારડી)એ અલંગ પોલીસ મથકમાં જીજે-૦૪-એફડી-૧૪૪૩ નંબરની બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.