Get The App

પાણીના બિલ માટે કમિટી મેમ્બરના ત્રાસથી યુવકનો આપઘાત

કૃષ્ણનગરમાં વિડિયો ફેસબુક પર વાયરલ કરી કેનાલમાં ઝંપાલાવ્યું

કનેકશન કાપવાની ધમકી આપેલી

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
પાણીના બિલ માટે કમિટી મેમ્બરના ત્રાસથી યુવકનો આપઘાત 1 - image

અમદાવાદ,રવિવાર

કૃષ્ણનગરમાં રહેતા શ્રમજીવી યુવકે સોસાયટીના કમિટી મેમ્બરના ત્રાસથી ટંકાળીને નર્મદા કેનાલમાં ઝંપાલાવીને આપઘાત કર્યો હતો. પડોશી બે સભ્યો પાણીના બીલ ના ભરી શકતા  હોય તો જીવી શકાય નહી કહીને કનેશકન કાપવા ધમકી આપીને ત્રાસ આપતા હતા. યુવકે આત્મહત્યા કરતા પહેલા  ફેસબુક ઉપર વિડિયો વાયરલ કર્યોે હતો. કૃષ્ણનગર પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

છ મહિનાનું પાણીનું બિલ બાકી ના ભરી શકાય તો જીવાય નહી કહી કનેકશન કાપવાની ધમકી આપેલી

નવા નરોડા રોડ ઉપર રહેતા વૃધ્ધે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોસાયટીના પડોશમાં રહેતા બે ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધના પુત્ર  ભાડેથી કાર ચલાવતા હતા. તેમને છ મહિનાનું સોસાયટીમાં પાણીનું બિલ ભરવાનું બાકી હતું જેને લઇને આરોપીઓ અવાર નવાર તેમના ઘરે જઇને પાણીના બાકી બિલની કડક ઉઘરાણી કરતા હેરાન પરેશાન કરતા હતા.

 વૃદ્ધ અને તેમના પુત્રએ થોડા દિવસોમાં બીલ ચૂકવવાની વાત કરી હતી તેમ છતાં પાણીના બીલ ભરી ના શકતા હોય તો જીવાય જ નહી કહીને કનેકશન કાપવાની ધમકી આપતા હતા. જેને લઇને મનમાં લાગી આવતાં વૃદ્ધના પુત્રએ તા. ૨૭ના રોજ વિડિયો બનાવીને આપઘાત કરવાની વાત કરીને પરિવારના વોટ્સએપ ગૃ્રપમાં મુક્યો હતો. લોકેશન દહેગામ પાસે ઝાક જલુન્દર કેનાલનું હતું, લોકેશન ઉપર  જઇ તપાસ કરતા માત્ર કાર મળી આવી હતી જો કે ત્રણ દિવસથી બાદ તેનો મૃતદેહ વણસોર કેનાલ પાસેથી મળ્યો હતો પોલીસે ખરાઇ કરીને ગુનો નોંધ્યો છે.