Get The App

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો

નણંદને સંતાનપ્રાપ્ત ન થતા બાળક કરી તેને આપી દેવા દબાણ

ખાડિયા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા  ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો 1 - image

અમદાવાદ,શનિવાર

ખાડીયામાં રહેતી આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના બે વર્ષમાં સુખી સંસાર પડી ભાંગ્યો હતો જેમાં લગ્નના એક જ મહિનામાં પતિ સહિત સાસરિયાએ ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. છે. બેકાર પતિને કામધંધો કરવા બાબતે કહેતા ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. એટલું જ નહી નણંદને સંતાનપ્રાપ્તિ ન થતા સાસરીયા બાળક કરીને તેને આપવા દબાણ કરતા હતા. આખરે કંટાળીને મહિલા પિયરમા રહેવા આવી ગઇ હતી. આ બનાવ અંગે ખાડિયા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેકાર પતિ ઘર ખર્ચના રૃપિયા અને દહેજમાં ૨૦ તોલા સોનાની માંગણી  કરતા, ફ્રોડ કેસમાં સસરાએ છોડાવ્યો છતાં અવાર-નવાર મારઝૂડ કરતો

ખાડીયામાં રહેતી અને ખાનગી ઇન્સ્ટીટયૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતી ૨૮ વર્ષની મહિલાએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયામાં રહેતા પતિ સહિત સાસરીના ચાર સભ્યો સામે ફરિયાદ નોધાવી છે કે ૨૦૨૩માં ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્નેએએ વર્ષ ૨૦૨૪માં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેવા ગઇ હતી. લગ્નના એક મહિના બાદ પતિ કામધંધો કરતો નો હોવાથી તેને પૂછતા કોઇ જવાબ આપતો ન હતો. 

ઘર ખર્ચના રૃપિયા પત્ની પાસે માંગણી કરીને મારઝુડ કરતો હતો. નણંદ અને નણંદોઇ અને સાસુ પણ ત્રાસ આપતા હતા. નણંદને સંતાન પ્રાપ્તિ ન થતી હોવાથી સાસરીયા મહિલાને બાળક કરીને નણંદને આપી દેવા દબાણ કરતા હતા.  દહેજમાં ૨૦ તોેલા સોનાની માંગણી કરીને અવાર નવાર માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા આખરે કંટાળીને પરિણીતા પિયરમાં રહેવા આવી ગઇ હતી. તેમજ પતિને ઠગાઇના કેસમાં પોલીસ લઇ જતા સસરાએ છોડાવ્યા હતા.