Gujarat

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો

By GS TEAM
14 Feb 20262 mins read
અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો

અમદાવાદ, શનિવાર

બાપુનગરમાં અહિ કેમ સિગારેટ પીવો કહીને કાકા-ભત્રીજાએ ત્રણ યુવકો પર છરીથી હુમલો કર્યો હતો.  જેમાં એક યુવકને ઉપર ઉપરા છાપરી છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને  આગળ જઇને સિગારેટ પીવાનું કહેતા મારા મારી થઇ હતી. આ ઘટનામાં લોહી લુહાણ હાલતમાં બે યુવકો સારવાર હેઠળ છે. આરોપીઓ તકરાર કરીને વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે કાકા-ભત્રીજા સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.

યુવકને આગળ જઇને સિગારેટ પીવા કહી છરીથી હુમલો કરી વાહનમાં તોડફોડ ઃ બે યુવકો  લોહી લુહાણ હાલતમાં  સારવાર હેઠળ,બાપુનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો

નિકોલમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે કાકા ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૮ વાગે તેઓ મિત્ર સાથે કારમાં બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ગયા હતા. ત્યાં પાન પાર્લર પર જઇને સિગારેટ પીતા હતા આ સમયે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદીને અહી કેમ સિગારેટ પીવો છે કહીને આગળ જઇને સિગારેટ પીવાનું કહેતા હું અહી જાહેરમાં સિગારેટ પીવુ છે તો તને શુ તકલીફ છે કહેતા બન્નેએ ઉશ્કેરાઇને ગાળો બોલીને મારા મારી કરી હતી.

જેથી ફરિયાદીના બે મિત્રો વચ્ચે છોડાવવા વચ્ચે પડતા બન્નેએ છરીથી હુમલો કર્યો હતો.  જેમાં છાતી, સાથળ અને માથામાં છરીના ઘા માર્યા હતા. આ હુમલામાં ફરિયાદીના મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આારોપીઓએ હુમલો કર્યા બાદ કારમાં તોડફોડ કરીને નાસી ગયા હતા.