ગૌવંશ સહિત પશુંનો રૃા. ૮૬ હજારના માંસનો જથ્થો પકડાયો

અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં રખડતા પશુઓની ચોરી કરીને ગેરકાયદે કતલનો ગોરખધંધો ધમધમી રહ્યો છે. દાણીલીમડા પોલીસે મધરાતે શાહઆલમ તથા રામ રહીમના ટેકાર ઉપર દરોડો પાડયો હતો અને ગૌવશ અને પશુ સહિત કુલ રૃા. ૬૮ હજારની કિંમતનો માંસનો જથ્થો પકડી પાડયો હતો. દાણીલીમડા પોલીસે ચાર કસાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડામાં પોલીસે મધરાતે દરોડો પાડતાં દોડધામ મચી સ્થળ પરથી કતલના સાધનો માંસ કબજે કરી દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
દાણીલમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મધરાતે શાહઆલમ તથા રામ રહીમના ટેકરા પાસે દરોડો પાડયો હતો અને ગરકાયદે કતલ કરતા ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ કરતાં સ્થળ ઉપર ગૌવંશ તથા અન્ય પશુઓની કતલ કરાઇ હતી પોલીસે રૃા. ૬૮ હજારની કિંમતનાો ૩૪૦ કિલો માંસનો જથ્થો પકડી પાડયો હતો અને કતલના સાધનો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. દાણીલીમડા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.








