Get The App

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું

સાત કલાકે કાબુમાં આવી ઃ આગનું કારણ અકબંધ

ફાયરે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી બીજા પ્લાન્ટને બચાવ્યા

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ  બળી ગયું 1 - image

અમદાવાદ, રવિવાર

સાણંદ જીઆઇડીસીમાં ટાટા કારની કંપનીના પ્લાન્ટમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. કાળઝાળ ગરમીના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું  હતું. અમદાવાદ અને સાણંદની ફાયર બ્રિગેડ તથા પ્લાન્ટ દ્વારા પાણીનો મારો ચલાવતાં આગ સાત કલાકે કાબુમાં આવી હતી. આગમાં કંપનીના સ્પેર પાર્ટસ તથા રો-મટિરિયલ બળીને ખાખ થતાં લાખો રૃપિયાનું નુકાસાન થયું હતું.જો કે સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

ફાયરે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી બીજા પ્લાન્ટને બચાવ્યા ઃ સદ્નસીબે જાનહાની નહી

સાણંદ જીઆઇડીસી ખાતે આવેલી ટાટા કારની કંપનીના એ ડિવિઝનમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી જેની જાણ થતાં પ્રહલાદનગરથી ફાયરની ગાડીઓ તથા સાણંદ ફાયર અને કંપની દ્વારા પાણીની ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફેકટરીનો શેડ નમી જતાં ફાયરને આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે સયમ સૂચકતા વાપરીને બીજા પ્લાન્ટને બચાવી લીધા હતા. આગની જાણ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીએ દોડીને બહાર આવી ગયા હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. જો કે આગ ગરમી કે પછી શોર્ટ શર્કીટથી લાગી હતી તે હજુ નક્કી થયું નથી.