Gujarat

સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા આઠ ટ્રેકટર પકડાયા

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા આઠ ટ્રેકટર પકડાયા

પ્રાંતિજ,તા.2

પ્રાંતિજના વાધપુર-ભાગપુર પાસેથી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટે ખનીજ ચોરી કરતા આઠથી વધુ રેતી ભરેલા ટ્રેકટર પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતા અને તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા દ્રારા આજે વાધપુર-ભાગપુર રોડ ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા વાધપુર-ભાગપુર પાસે આવેલી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટ વગર ખનીજ ચોરી કરીને જઇ રહેલ રેતીના આઠથી પણ વધારે ટ્રેકટરોને ઝડપી પાડયા હતા પ્રાંતિજ પીઆઇનીકાર્યવાહીને લઈને  ખનીજ ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ખનીજ વિભાગના જવાબદાર તંત્રના અધિકારીઓ સામે પણ કેટલાય સવાલો ઉભા થયા છે ત્યારે હાલ પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા ઓરાણ, સીતવાડા,ગળતેશ્વર, અનોડીયા, ગેડ,સાંપડ સહિત ગામોમાંથી રોજના ૨૦૦ થી પણ વધારે ટ્રેકટરામાંં સાબરમતી નદીમાંથી રેતીની રાત્ર દિવસ ચોરી થાય છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.