Get The App

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ 1 - image

Online Study : હાલમાં ઈરાન અને ઇઝરાયેલ અમેરિકા વચ્ચેના ચાલતા યુદ્ધને કારણે ઇંધણની સર્જાનારી અછતના કારણે આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા વાલી મંડળની યોજાનારી બેઠકમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ બાબતે વિચારણા થઈ શકે છે.

આગામી દિવસોમાં સંકલનની બેઠક મળશે. એમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અંગે સઘન ચર્ચા વિચારણા થવાની શક્યતા નકારી શકાતી નથી. હાલમાં ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણની કટોકટી સર્જાઇ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવા સહિત 'વર્ક ફ્રોમ હોમ' અને ઓન લાઈન ક્લાસની પણ અપીલ કરી હતી. જેમાં વડોદરા વાલી મંડળ મદદરૂપ થવા તૈયાર થઈ શકે છે. 

વડોદરાની તમામ શાળાઓ માલ્ટ બોર્ડ અને શિક્ષકોની એઆઈ ટ્રેનીંગ ખાસ મદદરૂપ બની શકે છે. મોટાભાગના તમામ શિક્ષકોએ એઆઈની ટ્રેનીંગ લીધી છે. પરિણામે તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકશે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે પૂરતો ન્યાય મળી શકશે. જો તમામ શાળા સંચાલક મંડળો વિદ્યાર્થીઓની ફી ઘટાડવા સહિત વિદ્યાર્થીઓની આવન જાવાનના વાહનો રીક્ષા અને વાન દ્વારા ભાવ ઘટાડા અંગે સહમત થાય એ પણ જરૂરી બનશે. જો કે શહેર વાલી મંડળમાં અન્ય વાલી મંડળો પણ સમાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉનાળાની અસહય ગરમીમાં વડોદરા સહિત રાજ્યની શાળાઓમાં વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની પણ માગ થઈ છે.