Gujarat

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
સમગ્ર ગુજરાત રાજ્યમાં હવાલા કૌભાંડ સંદર્ભે ચાલી રહેલા મોટા પાયાના દરોડાના અનુસંધાને આજે જામનગરમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગરના પ્રતિષ્ઠિત જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક જાણીતા આહીર સમાજના એક અગ્રણી અને લેન્ડ ડેવલોપરના બંગલા પર આજે વહેલી સવારથી જ EDની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી

Jamnagar ED Raid News: સમગ્ર ગુજરાત રાજ્યમાં હવાલા કૌભાંડ સંદર્ભે ચાલી રહેલા મોટા પાયાના દરોડાના અનુસંધાને આજે જામનગરમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગરના પ્રતિષ્ઠિત જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક જાણીતા આહીર સમાજના એક અગ્રણી અને લેન્ડ ડેવલોપરના બંગલા પર આજે વહેલી સવારથી જ EDની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યું છે.

લેન્ડ ડેવલોપર લાલાભાઇ ગોરિયાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન

સમગ્ર રાજ્યમાં હવાલા કારોબારના કૌભાંડના મામલે મસમોટી કાર્યવાહી ચાલી રહી છે, જેનો એક છેડો જામનગર તરફ લંબાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા લાલાભાઇ ગોરિયા નામના લેન્ડ ડેવલોપરને ત્યાં આજે વહેલી સવારે EDની ટીમ ત્રાટકી હતી.

આગળની કાર્યવાહી ચાલુ, ગોરિયા જામનગરમાં હાજર નથી

ED દ્વારા સ્થાનિક પોલીસની મદદ લેવાતાં સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો દરોડા સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં લાલાભાઇ ગોરિયાના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર બંગલાની બારીકથી ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન બંગલામાંથી શું મળ્યું છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. વળી, હાલમાં લાલાભાઇ ગોરિયા પણ જામનગરમાં હાજર ન હોવાથી EDની ટીમ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

હજુ ઘણા નામ બહાર આવી શકે 

આ અચાનક થયેલી મોટી કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આગામી સમયમાં પણ આ પ્રકારના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ બહાર આવી શકે છે.