Gujarat
જામનગરમાં મોરકંડા રોડ પર પીપરમેંન્ટ-બિસ્કિટની દુકાનમાં વહેલી સવારે આગની ઘટનાથી દોડધામ: ફાયરે આગ બુજાવી
By GS Team
5 Mar 20241 min read
This article was originally published on 5 Mar 2024

જામનગર,તા.05 માર્ચ 2024,મંગળવાર
જામનગર-મોરકંડા રોડ પર આવેલી એક માર્કેટમાં પીપમેન્ટ- બિસ્કીટના માલસામાનની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના બે ટેન્કરની મદદથી આગને કાબુમાં લીધી હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે મોરકંડા રોડ પર આવેલી રીધમ માર્કેટમાં એચ.પી. ટ્રેડિંગ નામની દુકાનમાં વહેલી સવારે અકસ્માતે આગ લાગી હતી. જે આગના બનાવ અંગે દુકાનના માલિક કાસમભાઇ યાકુભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કરની મદદથી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આજુબાજુની દુકાનોમાં આગ પ્રવેશતાં અટકી હતી.
આગના કારણે દુકાનમાં રાખેલો પીપરમેન્ટ, બિસ્કીટ, સાબુ, બાકસના બોક્સ, કટલેરીના માલ સામાનનો જથ્થો બળીને ખાખ થયો હતો, અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.




