Gujarat

એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા

By GS TEAM
22 Jan 20262 mins read
એક જ નોટિસમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપીશ..તેમ કહી ડૂપ્લિકેટ PSI મોબિને 14 લાખ પડાવ્યા

વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં રહેતા અને ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે તોડબાજી કરતા મોબિન સોદાગર ઉર્ફે સમીર પઠાણે ન્યાયમંદિરના એક વેપારીને કસ્ટમમાંથી સોનું છોડાવવાના નામે ૧૪ લાખનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇછે.

ગાંધીનગર એસઆઇટીના ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડતા અને તોડબાજી કરતા તાંદલજાના મોબિન ઇકબાલભાઇ સોદાગર ઉર્ફે સમીર પઠાણ(અલ કબીર બંગ્લોઝ,ઝમઝમ ટાવર પાછળ,તાંદલજા)ને નંબર પ્લેટ વગરની બે કાર સાથે ઝડપી પાડી પોલીસે બે સ્ટારવાળી ખાખી વર્દી,જીપી લખેલો બેલ્ટ,કેપ,એરગન,એસઆઇટીના પીએસઆઇનું નકલી આઇકાર્ડ ઉપરાંત સરકારી અને ટ્રસ્ટના ૨૨ સીલ અને બોગસ સર્ટિફિકેટ કબજે કર્યા હતા.જેથી તેના ભોગ બનેલા લોકો બહાર આવી રહ્યા છે.

આ પૈકી ન્યાયમંદિર નજીક મદનઝાંપા રોડ પર સાહેબ કોટવાલના ખાંચામાં રહેતા વેપારી શબ્બીરહુસેન તયડીવાલાએ જે પી રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે,વર્ષ-૨૦૨૧માં દુબઇથી પરત ફરતાં અમદાવાદ એરપોર્ટ કસ્ટમે મારું સોનું કબજે લીધું હતું.હું મારી પત્નીને લઇ તાંદલજાની યોગીકુટિરમાં મૌલાના સરફરાજને ત્યાં જતો હતો ત્યારે સમીર પઠાણનો સંપર્ક થયો હતો.તેણે એસઆઇટીના પીએસઆઇ તરીકે ઓળખ આપી હતી અને તેને યુનિફોર્મમાં પણ જોયો હતો.

જેથી મેં તેને કસ્ટમમાંથી સોનું છોડાવવાની વાત કરતાં ૨૦ લાખ માગ્યા હતા અને ૧૪ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે ફોન લેવાનું બંધ કર્યું હતું.બે વર્ષ બાદ તે મોગલવાડામાં મળ્યોત્યારે તમારા રૃપિયામાંથી ટેક્સ ભર્યો છે,કસ્ટમની નોટિસ આવે એટલે પતી જશે.અમે એક જ નોટિસ કસ્ટમને આપીશું એટલે સોનું છોડી દેશે, હાલમાં હાઇકોર્ટના કામમાં છું.. તેવી વાતો કરી હતી.પરંતુ રૃપિયા પરત કરતો નહતો.જે દરમિયાન સમીર પઠાણ એ જ મોબિન સોદાગર હોવાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી.