Gujarat

વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો

By GS TEAM
20 Mar 20261 min read
વાવાઝોડાની અસરના કારણે  અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો

 અમદાવાદ,ગુરુવાર,19 માર્ચ,2026

અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારથી જ વાતાવરણમા પલટો આવ્યો હતો.સવારથી વાતાવરણમા અવારનવાર વંટોળ અને ધૂળ વચ્ચે વાવાઝોડાની અસર શહેરીજનોએ અનુભવી હતી.મોડી સાંજ સુધીમાં મ્યુનિ.ના બગીચા વિભાગને ૧૮થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ મળી હતી. વૃક્ષ ધરાશાયી થયેલા વિસ્તારમાં નિકાલ ના થાય ત્યાં સુધી થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. જોકે બગીચા વિભાગના દાવા મુજબ કેટલાક સ્થળે માત્ર વૃક્ષોની ડાળી તૂટી પડી હતી.

શહેરમા વાતાવરણમા પલટો આવતા થલતેજ ઉપરાંત શ્યામલ ક્રોસરોડ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવા અંગેના કોલ ફાયર કંટ્રોલને મળતા ફાયર વિભાગની ટીમ ધરાશાયી થયેલા વૃક્ષના નિકાલ માટે સ્થળ ઉપર પહોંચી હતી. આ ઉપરાંત સાંજના સમયે સર્જન ટાવર પાસે,મેમનગર વિસ્તારમા  રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.દિવસભર બગીચા વિભાગ અને ફાયર વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારમા ધરાશાયી વૃક્ષના નિકાલની કામગીરીમા વ્યસ્ત જોવા મળી હતી.

કયાં વૃક્ષ ધરાશાયી થયાં?

-ગોદરેજ ગાર્ડન સિટી, નિરંજન સોસાયટી,મેમનગર, રૃદ્ર બંગલો,રાજપથ રોડ, મહિન્દ્રા  શોરૃમ રોડ, પૂર્વી ટાવર,સુભાષ ચોક, ટાઈમ્સ સ્કવેર ચાર રસ્તા, સાયકા કોમ્પલેકસ પાસે, સિમ્સબ્રિજ ચાર રસ્તા પાસે, પ્રગતિ હોટલ પાસે,ઝાયડસ રોડ, મોતી બેકરી રોડ, ગુજરાત યુનિવર્સિટી, લોટસ સ્કૂલ વિરાટનગર, શીપા ગોમતીપુર, હિરાવાડી , રાયપુર મિલ