Get The App

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો

પોલીસે અકસ્માત અને દારૃ પી ને ટ્રક ચલાવવાના બે ગુના દાખલ કર્યા

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો 1 - image

વડોદરા,મકરપુરા જીઆઇડીસીમાં એક નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કરતા માંજલપુર પોલીસે બે અલગ - અલગ ગુના દાખલ કરી ટ્રક કબજે લીધી છે.

માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે મણીનગર સોસાયટીમાં રહેતા  નીરવ પ્રવિણભાઈ પટેલ મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજે કંપનીની બહાર પાર્ક કરેલી  તેઓની કારને એક ટ્રક ચાલકે ટક્કર મારતા કારને નુકસાન થયું હતું. જેથી, તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક ડ્રાઇવર સામે  નીરવ પટેલની ફરિયાદના આધારે  અકસ્માત નો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે  ટ્રક ચાલક દિનેશ શ્રીભાલચંદ્ર પાંડે (રહે . નરસિંગપુર ગામ, પ્રતાપગંજ, ઉત્તર પ્રદેશ) સામે દારૃનો  નશો કરી  ટ્રક ચલાવવાનો ગુનો  અલગથી દાખલ કર્યો હતો.