Get The App

નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
નશામાં ધૂત પોલીસકર્મીએ એક્ટિવા રિક્ષા અને પાર્કિગમાં ઉભેલી કારને ટક્કર મારી 1 - image

Vadodara Police : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા પ્રતાપનગર બ્રિજ પાસે એક નશામાં ધૂત પોલીસ કર્મચારી એ પોતાની કાર બેફામ રીતે હંકારી એક્ટિવા, રિક્ષા અને પાર્ક કરેલી કાર સાથે અકસ્માત કર્યો હતો. એક મહિલા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા રોડ પર પ્રતાપનગર બ્રિજ પાસે 25 ફેબ્રુઆરીના રોજ એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એક એક્ટિવા સવાર મહિલા અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ઓવર સ્પીડ મા કાર હોવાના  કારણે સાઈડમાં પાર્ક કરેલી અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માતના કારણે એક્ટિવા ચાલક મહિલા ફંગોળાઈ રોડ પર પટકાયા હતાં. જેનાં પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકને બહાર કાઢ્યો હતો કાર ચાલક પોતે પોલીસ કર્મચારી હોવા સાથે વર્ધીમાં પણ હતો અને આ પોલીસ કર્મચારી ચિક્કાર નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. સ્થાનિકો ના જણાવ્યા મુજબ કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસની જ ગાડીમાં દારૂ જોઈને લોકો રોષે ભરાયા હતાં. પોલીસે હાલ આરોપી પોલીસકર્મીની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.