જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સ પોતાના ઘેર દારૂનો નશો કરીને જતાં તેના ભાઈએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા એક શખ્સને સબક શીખડાવવા માટે તેના ભાઈએ જ પોલીસને ફોન કરીને બોલાવી લીધા બાદ પોલીસને સુપ્રત કરી દીધો હતો, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી નજીક દલિત નગરમાં રહેતો પૃથ્વી વિનુભાઈ ચૌહાણ નામનો 26 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રિના દસેક વાગ્યે પોતાના ઘેર હતો, જે દરમિયાન તેનો મોટો ભાઈ પ્રકાશ વિનુભાઈ ચૌહાણ (28) કે જે દારૂનો નશો કરીને ઘરની બહાર આવીને ઉભો હતો, અને ધમપછડા કર્યા હતા. જેથી ફરિયાદી યુવાન પૃથ્વીએ તુરત જ 112 નંબરની પોલીસને જાણ કરી હતી.
આથી પોલીસ ટુકડી તેના ઘરે આવી ગઈ હતી. જ્યાં પ્રકાશ ચૌહાણ દારૂનો નશો કરેલી હાલતમાં હોવાથી પોલીસે તેને જીપમાં બેસાડી દીધો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જ્યાં તેના ભાઈ પૃથ્વી ચૌહાણની ફરિયાદના આધારે દારુબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને તેને લોકઅપમાં બેસાડી દેવાયો છે.








