અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drink And Drive Case In Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં આજે (24મી માર્ચ) વહેલી સવારે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની એક ભયાનક ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર શહીદ ચોક નજીક 22 વર્ષીય નશામાં ધૂત કારચાલકે રોંગ સાઈડમાં પૂરઝડપે ગાડી હંકારી અન્ય વાહનો અને રાહદારીઓને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
નશામાં ધૂત કારચાલકનો કહેર
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગજેન્દ્ર ઉર્ફે ગજ્જુ પાટીદારે નશાની હાલતમાં પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેણે વસ્ત્રાપુર શહીદ ચોક તરફથી રોંગ સાઈડમાં પૂરઝડપે ગાડી હંકારી હતી. આ દરમિયાન તેણે સામેથી આવતી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કારના બોનેટ, બમ્પર અને એન્જિનના ભાગે ભારે નુકસાન થયું હતું.
કારને ટક્કર માર્યા બાદ પણ ચાલકે કાર ઊભી રાખી ન હતી અને રસ્તા પર ચાલતા જતા બે રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારીઓ રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: વાસણામાં ગત મોડી રાત્રે લોહિયાળ ખેલ, બહેનની નજર સામે જ ભાઈની કરપીણ હત્યા
ન્યુ વાસણાના રહીશે નોંધાવી ફરિયાદ
આ અકસ્માતનો ભોગ બનેલા ન્યુ વાસણા વિસ્તારના 42 વર્ષીય નિરવ ઠક્કરે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તે પોતાની કાર લઈને પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીની બેફામ કારે તેમને ટક્કર મારી હતી. પોલીસે ફરિયાદના આધારે 22 વર્ષીય ગજેન્દ્રની ધરપકડ કરી છે અને તેનું બ્લડ સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.









